આજનો ઇતિહાસ 31 ઓક્ટોબર :આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે,

જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે.

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો

આજે અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે

આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે.

ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા

જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો

અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું.

ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.

તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો

વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા.

અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ

મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા

૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટા હ્રદય હુમાલો થયો હતો

જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ.