ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ,

પ્રથમ સશક્ત મહિલા વડાપ્રધાન સાથે આયરન લેડી પણ હતા

ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરની સવારે

દેશની પ્રથમ હિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી.

ઈન્દિરા ગાંધીએ 1966થી 1977ની વચ્ચે સતત ત્રણ વખત દેશનું સુકાન સંભાળ્યું હતું.

ત્યારે 1980માં ફરી એકવાર આ પદ પર પહોંચ્યા અને 31 ઓક્ટોબર 1984માં પદ પર હતા જ ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.

ઇન્દીરા ગાંધીની પુણ્યતિથિને રાષ્ટ્રીય સંકલ્પ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

એક વડાપ્રધાનના રૂપમાં ઇન્દીરા ગાંધી પોતાની રાજકીય હઠ અને સત્તાના અભૂતપૂર્વ કેંદ્વીકરણ માટે જાણિતા હતા.

તેમણે પોતના કાર્યકાળ દરમિયાન

1975 થી 1977 સુધી ઇમરજન્સી સાથે ઘણા મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયો લીધા

19 જુલાઈ 1969માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં સરકારે એક અધ્યાદેશ જાહેર કર્યો હતો.

જેમાં 14 ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું

૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને

કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો.

તે સમયે જાહેર કરવામાં આવેલી અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર

તેમના શરીરમાં 29 ગોળીઓ આરપાર થઈ ગયાના જખમ હતા બીજા અહેવાલો અનુસાર તેમના શરીરમાંથી 31 ગોળીઓ કાઢવામાં આવી હતી. 3 નવેમ્બરના રોજ રાજ ઘાટ પાસે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.