આજે બોળ ચોથ, જાણો શ્રી કૃષ્ણ અને ભગવાન ગણેશની પૂજા વિધિ

આજે રવિવારે 3 સપ્ટેમ્બર 2023ના રોજ આ વ્રત શ્રાવણ મહિનાની ક્રુષ્ણ પક્ષના ચોથના દિવસે ઉજવવામાં આવે છે

આ ચતુર્થી બોળ ચોથ તરીકે ઓળખાય છે.

એવું માનવામાં આવે છે કે બોળ ચતુર્થીના દિવસે માતા ગાયની પૂજા અને સેવા કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે.

બોળ ચતુર્થીના દિવસે વહેલા ઊઠીને સ્નાન કર્યા પછી ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ કરવો.

સાંજે ભગવાન ગણેશ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા ગાયની પૂજા કરો.

ભગવાન કૃષ્ણની એવી તસવીર અથવા મૂર્તિ પૂજા સ્થાન પર સ્થાપિત કરો, જેમાં સાથે ગાય પણ હોય.

સૌથી પહેલા ભગવાનને કુમકુમ તિલક કરો અને હાર અને ફૂલ અર્પણ કરો.

શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. આ પછી અબીર-ગુલાલ વગેરે વસ્તુઓ ચઢાવો.

ભગવાન કૃષ્ણ અને ગણેશની પૂજા કર્યા પછી ગાય અને વાછરડાની પૂજા કરો.