આજે બીજું નોરતું, મા બ્રહ્મચારિણીની પૂજા

નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

કહેવાય છે કે, માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું પ્રતિક છે.

બ્રહ્મચારિણીના અર્થની વાત કરીએ તો, બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણી. એટલે કે તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી

માતા બ્રહ્મચારિણીના અનેક નામો છે

જેમ કે, તપશ્ચારિણી, અપર્ણા, ઉમા વગેરે નામોથી તેમને ઓળખાય છે.

આજે નવરાત્રિનો બીજો દિવસ છે ત્યારે માતા સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે

આ ચક્રમાં સાધક બ્રહ્મચારિણીની કૃપા અને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી શકે છે.

મા બ્રહ્મચારિણીને સાકર અતિપ્રિય છે.

એવું માનવામાં આવે છે કે જો મા બ્રહ્મચારિણીને સાકર અર્પણ કરવામાં આવે તો તે ભક્તનું આયુષ્ય વધારવાનું વરદાન આપે છે.

મા બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રો પહેરે છે

પરંતુ તેમનો પ્રિય રંગ લાલ છે. વટ વૃક્ષનું ફૂલ માતાને ખૂબ જ પ્રિય છે.

માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સાધક શાંતિનો અનુભવ કરે છે.

આ સાથે જ માતાની પ્રાર્થનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચારની વૃદ્ધિ થાય છે.