આજે સાતમું નોરતું: માં કાલરાત્રિની થાય છે પૂજા,

શક્તિની સાધના સાથે જોડાયેલા આ પાવન પર્વનાં સાતમાં નોરતે દેવી દુર્ગાનું સ્વરૂપ મહાકાળીનું પૂજન કરવામાં આવે છે.

તેમની સાધના કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાઓ પ્રવેશ નથી કરી શકતી

ખુલ્લા કેશ અને કાળા રંગનું શરીર ધારણ કરેલ દેવી કાળીનાં સ્વરૂપને જોઈને આસુરી શક્તિઓ કાંપી ઊઠે છે.

તેમનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહે છે.

તેમના ચાર હાથ છે. જેમાં એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે. આ ઉપરાંત તેમના બીજા બે હાથ વરમુદ્રા અને અભયમુદ્રામાં છે.

કાળરાત્રિનું વાહન ગર્દભ (ગધેડો) છે.

મહાકાળીનાં પૂજનની વિધિ: મહાકાળીનું પૂજન કરવા માટે સાધકે તન અને મનથી પવિત્ર થઈને દેવી કાળીની પ્રતિમા અથવા ચિત્રને ગંગાજળથી સ્નાન કરાવવું.

આ બાદ તેના પર પુષ્પ, અક્ષત, ચંદન, ધૂપ-દીપથી પૂજા કરવી.

મહાકાળીને ગોળ અથવા શીરાનો ભોગ લગાડવો.

આ દરમિયાન મહાકાળીની કથા બોલવી અથવા સાંભળવી.

કથા બાદ દેવીની પૂજા કરવા માટે મંત્રોનો જાપ કરવો.

અંતમાં માંની આરતી કરવી

અને થયેલ ભૂલ-ચૂકની માફી માંગવી.