આજે નવલી નવરાત્રિનું છઠ્ઠું નોરતું,

નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીનો છઠ્ઠો દિવસ દેવી દુર્ગાના વિકરાળ યોદ્ધા અવતારને સમર્પિત છે,

જે મા કાત્યાયની તરીકે ઓળખાય છે. મહિષાસુરમર્દિની, જે સિંહ પર સવારી કરે છે કમળના ફૂલો અને તલવારો અને ભગવાન શિવના ત્રિશૂળ સહિત અનેક શસ્ત્રો ધરાવે છે

તે બ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે.

માતા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે.

માતા કાત્યાયનીની પૂજા વિધિ

ગોધૂલી સમયે પીળા અથવા લાલ વસ્ત્ર પહેરીને તેમની પૂજા કરવી જોઈએ. તેમને પીળા ફૂલ અને પીળુ નિવેદ અર્પિત કરો. તેમને મધ અર્પિત કરવું ખૂબ જ શુભ હોય છે.

પૌરાણિક કથા અનુસાર એક વનમાં કત નામના એક મહર્ષિ હતા.

તેનો એક પુત્ર હતો તેમનું નામ કાત્ય રાખવામાં આવ્યું. ત્યાર બાદ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યાયને જન્મ લિધો.

ત્યાર બાદ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યાયને જન્મ લિધો.

તેમની કોઈ સંતાન ન હતી. માતા ભગવતીને પુત્રીના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખતા તેમણે પરામ્બાની કઠોર તપસ્યા કરી.

મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમને પુત્રી વરદાન આપ્યું

થોડા સમય બાદ રાક્ષસ મહિષાસુરનો અત્યાચાર વધવા લાગ્યો.

ત્યારે ત્રિદેવોના તેજથી એક કન્યાનો જન્મ થયો અને તેનો વધ કર્યો.

કાત્ય ગોત્રમાં જન્મ લેવાના કારણે દેવીનું નામ કાત્યાયની પડ્યું.