આજે રમા એકાદશી, વ્રત કરવાથી જીવનમાં મળશે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ,

રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે.

રમા એકાદશીનું વ્રત દિવાળીથી 4 દિવસ પહેલા એટલે કે

9 નવેમ્બરના રોજ એટલે આજે છે.

દર મહીને બે એકાદશીઓ આવે છે.

એકાદશીનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે.

માન્યતા છે કે એકાદશીની પૂજા કરવાથી જીવનમાં તમામ કષ્ટોથી મુક્તિ મળે છે.

પાપોમાંથી મુક્તિ મેળવવા માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.

વિવિધ એકાદશીનું પોતાનું મહત્વ છે

તેવી જ રીતે કારતક માસમાં આવતી રમા એકાદશી અને પ્રબોધિની એકાદશીનું પણ અલગ મહત્વ રહેલું છે.

એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

તેનું કારણ એ છે કે એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુનું માનવામાં આવે છે.

આ વ્રત અને પૂજન કરવાથી શ્રીહરિ વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા નબળી છો

અથવા તમારા પર દેવું થઈ ગયું છે, તો તમે રમા એકાદશીનું વ્રત કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકશો.