આજનું હવામાન : રાજ્યવાસીઓ સ્વેટર અને શાલ સાથે તૈયાર થઈ જજો,

આજે ડાંગ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

અમદાવાદ, આણંદ, જુનાગઢ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં

31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે

હવામાન વિભાગની આગાહી અનુસાર

આજે શનિવારે રાજ્યમાં ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે

તો આજે ડાંગ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

અમદાવાદ, આણંદ, જુનાગઢ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોરબી,

પંચમહાલ, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર

રાજ્યમાં માવઠાની સાથે સાથે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

તેમના જણાવ્યા અનુસાર 12 અને 13 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે

તો અલનિનોની અસરને કારણે અરબી સમુદ્રમાં લો પ્રેશર બની રહ્યું છે

અને તેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે

તે ઉપરાંત 15 થી 20 ડિસેમ્બર વચ્ચે કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.