ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાં એક નાનકડી જગ્યામાં વિરાજમાન છે ત્રિદેવ

નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે

ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પત્થરોથી બનેલું છે

મંદિરનું સ્થાપત્ય અદભુત છે. આ મંદિરમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે.

આ મંદિર અંગે માન્યતા છે કે અહીં સ્થિત શિવલિંગ સ્વયં પ્રકટ થયું હતું

ત્ર્યંબકેશ્વર મંદિર પાસે ત્રણ પર્વત સ્થિત છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરિ અને ગંગા દ્વારના નામે ઓળખવામાં આવે છે.

ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે.

મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે

શ્રી ત્ર્યંબકેશ્વર મંદિરમાં દિવસમાં ત્રણવાર પૂજા થાય છે

જેમાં સવારે 7.00થી 9.00 કલાક દરમિયાન, બપોરે 1.00 કલાકે અને સાંજે 7.00 થી 9.00 કલાક દરમિયાન પૂજા-વિધિ થાય છે