આ મેરેજ સિઝનમાં લેટેસ્ટ બ્લાઉઝ ડિઝાઈન ટ્રાય કરો, મળશે બધાથી હટકે લૂક

આજકાલ મોટાભાગની મહિલાઓ દરેક પ્રસંગમાં અલગ-અલગ ડિઝાઈન ટ્રાય કરવાનું પસંદ કરે છે

વન શોલ્ડર બ્લાઉઝ

જો તમે સ્લિમ અને ટ્રીમ હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માગો છો તો તમે વન શોલ્ડર ટ્રાય કરી શકો છો.

જેકેટ બ્લાઉઝ ડિઝાઈન

આજકાલ યંગસ્ટર્સ બ્લાઉઝમાં ખૂબ જ એક્સપરિમેન્ટ કરે છે. જેકેટ સ્ટાઇલ બ્લાઉઝ પણ યંગસ્ટરની પહેલી પસંદ છે

કોર્સેટ બ્લાઉઝ

ટ્રેન્ડી લૂક માટે સાડી સાથએ કોર્સેટ બ્લાઉઝ પહેરવું. કોર્સેટ બ્લાઉઝ સાડીને ડિઝાઈનર લૂક આપે છે.

નેહરુ કોલર બ્લાઉઝ

જો તમે લાંબા અને પાતળી છો તો તમે નહેરુ કોલર બ્લાઉઝ ખૂબ જ સારું લાગશે.

કોલ્ડ શોલ્ડર બ્લાઉઝ

જો તમે પણ કંઈક નવું ટ્રાય કરવા માગો છો તો કોલ્ડ શોલ્ડર એટલે શોલ્ડર કટ બ્લાઉઝ ટ્રાય કરી શકો છો.

કોલર નેક બ્લાઉઝ

કોલર નેક બ્લાઉઝની ખાસિયત છે કે, તમને કોર્પોરેટ લૂક પણ આપે છે અને ફેસ્ટિવ લૂક પણ.

સ્લીવલેસ બ્લાઉઝ

કોઈ પણ સિમ્પલ સાડીમાં મોર્ડન લૂક માટે સ્લીવલેસ બ્લાઉઝ પહેરવું એક સ્માર્ટ અને સિમ્પલ ઓપ્શન છે.

ચોલી કટ બ્લાઉઝ

દર સાડી માટે અલગથી બ્લાઉઝ સિવડાવવા કરતાં તમારી પાસે કોઈ સુંદર ચોલી હોય જે તમારી સાડી સાથે મેચ થતી હોય તો તમે તેને સાડી સાથે પહેલી શકો છો.