ઓછા સંતરામાંથી બહુ બધો રસ કાઢવા અજમાવો આ ટ્રિક્સ

ઠંડીમાં બજારમાં મસ્ત સંતરા આવે છે. સંતરા હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. સંતરાનો રસ પીવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે

તમે એકદમ ઠંડા સંતરામાંથી જ્યૂસ કાઢો છો તો એ વધારે નિકળશે નહીં.

ઠંડા ફ્રૂટ્સમાંથી રસ ઓછો નિકળે છે. આ માટે તમે જ્યારે પણ સંતરામાંથી જ્યૂસ કાઢો ત્યારે થોડી વાર માટે હુંફાળા પાણીમાં રહેવા દો

સંતરામાંથી વધારે રસ કાઢવા માટે

એને એક મિનિટ માટે આસપાસથી પહેલાં હળવા હાથે દબાવો

આ માટે તમે રસોડાના પ્લેટફોર્મ પર રોલ એટલે કે

ગોળ પણ ફેરવી શકો છો. આ તમારે એકદમ હળવા હાથે કરવાનું રહેશે.

સંતરામાંથી રસ કાઢવા માટે નાના-નાના ટુકડા કરી લો.

પછી એક પાતળુ અને કોટનનું ઝીણું કપડુ લો. એમાં આ ટુકડા મુકીને દબાવીને આ રસ ગ્લાસમાં લઇ લો. આમ કરવાથી રસ વધારે નિકળે છે.

તમે સંતરાનો રસ જ્યૂસ કાઢવાના મશીનમાં પણ કાઢી શકો છો.

આ માટે તમે સંતરાને વચ્ચેથી કટ કરી લો અને પછી જ્યૂસ કાઢો. આ માટે પહેલા સંતરાને હુંફાળુ પાણીમાં મુકો જેથી કરીને રસ વધારે નિકળે.

સંતરાનો જ્યૂસ વધારે કાઢવા માટે તમે નાના-નાના કટકા કરી લો.

પછી આમાંથી બીજ કાઢી લો. બીજ સાથે તમે રસ કાઢો છો તો જ્યૂસમાં કડવાશ લાગશે.

આ માટે હંમેશા બીજ કાઢીને પછી રસ કાઢો.

બીજ કાઢ્યા પછી સંતરાના કટકા મિક્સર જારમાં લઇ લો. પછી આ રસ ગળણીમાં ગાળી લો. આમ કરવાથી રસ વધારે નિકળશે