રાજકોટ થી 78 કિમી દુર હિંગોળગઢ છે. હિંગોળગઢ પર ઐતિહાસિક કિલ્લો આવેલ છે. આ સ્થળ પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખાય છે
રાજકોટ શહેરથી 6 કિમી ના અંતરે આવેલું આ સ્થળે ન્યારી ડેમના કાંઠે હનુમાનજીનું મંદિર છે.
રાજકોટ ના વકાનેર તાલુકામાં થી ૧૦ કી.મી.ના અંતરે આવેલા લીલાછમ ડુંગરાઓ માં શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
રાજકોટ ની નજીક આવેલા માધાપર ગામમાં ઈશ્વરીય પાર્ક આવેલ છે આ સ્થાન આધ્યાત્મિક અને મનોરંજન તેમજ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું ઓસમ ડુંગર અદભુત છે.રાજકોટ ના ધોરાજી તાલુકાના પાટણવાવ માં આવેલ છે.