તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન

હેવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહુલ

ગરમ પાણીના ઝરા અને ઘેઘુર ઝાડવાઓ વચ્ચે આવેલ તુલશીશ્યામ એક અકલ્પનીય સ્થળ છે.

તુલશીશ્યામ અમરેલી થી ૪૫ કિમી દુર અને જુનાગઢ થી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે.

તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે

અહી આવતા ધમ્રિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિર માં પ્રવેશ કરે છે

વાસ્તવમાં તુલસી શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખુબ જ વધુ છે

સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂરતા પાણીના ઝરા ગરમ હોય છે .

તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે.

અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.

ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે

પરંતુ વન વિભાગની પરવાનગી લઇ સવારથી સાંજ સુધી જ આ જંગલ માં આવ જા કરી શકાય કારણકે સાંજ પછી અહી સિંહોની અવર જવર વધુ થતી હોય છે .

તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્નક્ષેત્ર પણ અવરીતપણે ચાલુ હોય છે.

ધાર્મિક સાથે પ્રકુતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયમાં કદાચ બીજે ક્યાય જોવા નહી મળે.