હળદર બે જાતની થાય છે એક સખત લોખંડી હળદર જે રંગ બનાવવામાં વપરાય છે. અને બીજી પોચી સુગંધીદાર હળદર જે મસાલામાં તથા ઔષધમાં વપરાય છે
તે ગરમ છે. આથી તે કફ-વાયુ અને પિત તેમ ત્રણેય દોષોનું શમન કરે છે.
કફનાં રોગો શ્વાસ અવાજ બેસી જવો, કાકડા વગેરે રોગોમાં અકસીર લાભદાયક છે.
કફ નાશક હોવાથી કફનાં રોગો ફેફસાનાં રોગોમાં પણ દૂધ સાથે આપવામાં આવે છે.
કોઢ, ઢીમચાં નિકળવા (ઉદર્દ) જીણાતાવમાં આનો પ્રયોગ આયુર્વેદનાં વૈદ્યો કરે છે.
કબજીયાત, જળોદર, કરમિયાનો રોગ, પાંડુરોગ, વિગેરેમાં પણ આ ઉપયોગી ઔષધ છે.
આપણાં માટે કુદરતે આપેલ અમૂલ્ય ઔષધોમાં હળદરનું પણ ખૂબ જ મહત્વ છે.