UAE ને મળશે પહેલું હિંદુ મંદિર,

BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ભારતના PM નરેન્દ્ર મોદી દ્વારા 14 ફેબ્રુઆરી 2024 ના રોજ કરવામાં આવશે.

મંદિરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરનાર આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજ

સોમવારે અબુધાબી પહોંચ્યા હતા.UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું,

BAPS સંસ્થાનું મંદિર UAEનું સૌથી મોટું મંદિર હશે.

આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે.

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 2015માં પીએમ મોદીની

દેશની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.

2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

મંદિરના સંકુલમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના હોલ, થીમેટિક ગાર્ડન્સ, શીખવાની જગ્યા વગેરેનો સમાવેશ થાય છે.

પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો પણ કરાયો સમાવેશ

મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે.

મંદિરમાં સાત શિખરો છે

મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે. મંદિરમાં બે ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે. જેને 'સદભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહેવામાં આવે છે.

આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત

હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે.મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોવા મળે છે.