‘મહાકાલ’ની નગરી છે ઉજ્જૈન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મંદિર પરિસરમાં ‘મહાકાલ લોક કોરિડોર’નું લોકાર્પણ કર્યુ છે.

12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવમાં આવે છે ઉજ્જૈન

મહાકાલેશ્વર મંદિર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે.

ઉજ્જૈનના મહાકાલ મંદિરની સ્થાપના આજથી લગભગ 25 લાખ વર્ષ પહેલા કરવામાં આવી હતી.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ત્રણ ભાગોમાં વહેંચાયોલું છે નીચેના ભાગમાં મહાકાલેશ્વર, મધ્ય ભાગમાં ઓમકારેશ્વર અને ઉપરના ભાગમાં નાગચંદ્રેશ્વર મંદિર છે.

દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાકાલની સવારી કાઢવામાં આવે છે.

એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન મહાકાલ પાલખીમાં સવાર થઈને નગર ભ્રમણ માટે નીકળે છે.

દર સોમવારે મહાકાલ મંદિરમાં નિર્વાણી અખાડાના સાધુ-સંતો દ્વારા ભસ્મની આરતી કરવામાં આવે છે.

પ્રથમ ભગવાન મહાકાલને શીતળ જળથી સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે.