નાસ્તા માટે ઉપમા રેસીપી

ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે.

ઉપમા બનાવવા માટે, કઢાંઈમાં રવો ગરમ કરો

અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી સુકુ ૪ થી ૫ મિનિટ સુધી શેકી લો. એક બાજુ રાખો.

કઢાંઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં અડદની દાળ, કડી પત્તા અને લીલા મરચા નાખી મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.

કાદાં ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ માટે સાંતળી લો.

શેકેલા રવો, ૩ કપ ગરમ પાણી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી ઢાંકણથી ઢાકીને ધીમા તાપ પર થોડી થોડી વાર હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુઘી રાંધી લો.

લીંબુનો રસ અને સાકર નાંખો, સારી રીતે મિક્લ કરી દો

અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો.

એક ગ્લાસ બાઉલમાં ઉપમા ભરો અને પ્લેટ પર ડિમોલ્ડ કરો.

કોથમીર વડે સજાવીને ઉપમાને તરત પીરસો.