વડાપાવ એ એક ખાદ્યપદાર્થ છે, જે ફાસ્ટ ફુડની શ્રેણીમાં આવતી વાનગી છે.

આ વાનગીને મહારાષ્ટ્રનું બર્ગર પણ કહી શકાય છે.

વડાપાવ મુંબઈ પરિસરમાં અતિશય લોકપ્રિય છે

આ વડાપાવમાં વપરાતાં વડાં એટલે બટેટાવડાં નહીં કે મેદુવડાં

વડાપાવનો ઉદ્ભવ મધ્ય મુંબઈમાં થયો હોવાનું સામાન્ય રીતે મનાય છે.

દાદરના અશોક વૈદ્યને મોટાભાગે તેની આવૃત્તિ માટે યશ અપાય છે, જેમણે ૧૯૬૬માં દાદર સ્ટેશનની બહાર વડાપાવ વેચવાનું શરૂ કર્યું હતું

આ વાનગીના બે મુખ્ય ભાગ છે વડાં અને પાંવ.

બાફેલા બટેટાને મસળી, તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, હળદર વગેરે મિશ્ર કરી. તેમાં મીઠા લીમડા, રાઈ, હિંગ, અડદની દાળ વગેરેનો વઘાર કરવામાં આવે છે

પાંવ ઘરમાં નથી બનાવાતા, તેને બેકરીમાંથી ખરીદીને લવાય છે

આ પાંવને વચ્ચેથી કાપીને તેમાં લસણની સૂકી ચટણી કે અન્ય કોઈ ચટણી લગાડી, તેમાં વડું મૂકી ખવાય છે.