તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે, જેના પર તે આવેલું છે
અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈજનાથ પર ચઢાવે છે.
વૈધનાથધામ મંદિર પરિસરમાં કુલ 22 જેટલાં મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોને સફેદ રંગથી રંગવામાં આવ્યાં છે
એક માન્યતા અનુસાર શ્રીવિષ્ણુના વૈજુ નામ પરથી પ્રભુ વૈજનાથના નામે પ્રસિદ્ધ થયા.