વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે.

વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે.

આ મંદિર જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે.

અહીં લગભગ 5,200 ફીટની ઉંચાઈ પર મટરાણીનું મંદિર આવેલું છે.

તે તિરૂમાલા વેંકટેશ્વર મંદિર પછી ભારતનું બીજું સૌથી વધુ જોવાયેલ ધાર્મિક તીર્થસ્થળ છે.

ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે.

કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે.

આ ત્રણેય શરીરના મૂર્તિ સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે.

વૈષ્ણોદેવી તીર્થ સ્થાન દેશનું સૌથી પવિત્ર અને કઠિન યાત્રાધામમાંથી એક છે.

આ પાછળનું કારણ છે કે માતાનો દરબાર જમ્મુ કાશ્મીર સ્થિત ત્રિકૂટાની પહાડીઓમાં એક ગુફામાં આવેલો છે

જ્યાં પહોંચવા માટે તમારે 12 કિલોમીટરની દુર્ગમ ચડાઈ કરવી પડે છે

વૈષ્ણોદેવી તીર્થ સ્થાન સમુદ્ર તટથી પાંચ હજાર 300 ફૂટની ઉંચાઈએ આવેલું છે.

જોકે, એ જરુરી નથી કે માતા વૈષ્ણોદેવી સુધી પહોંચવા માટે પગે ચાલવું જરુરી છે.

તમે ઈચ્છો તો ઘોડા, ખચ્ચર, પિઠ્ઠુ અથવા પાલખીની પણ સવારી કરી શકો છો. જે સરળતાથી મળી રહે છે.