વરાણા મંદીર

શ્રી ખોડીયાર માતાજીનું મંદિર વરાણા ગામ , તાલુકા સમી માં આવેલ છે.

માતાજી નું પવિત્ર મંદિર સો વરસ જુના ઝળહળતા ઇતિહાસને પ્રદર્શીત કરે છે.

નવુ બનાવેલ વરાણા મંદિર અદ્ભુત કલા અને રહેેેેવા-જમવા ની સગવડ ધરાવેે છે.

વરાણામાં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે,

જેમાં લોકો માતાજીનાં દર્શનાર્થે આવે છે. તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા આવે છે.

ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે.

જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે.

આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે.

મેળામાં ચગડોળ, નાનીમોટી ચકરડીઓ, મોતનાં કૂવા, જાદુ તથા મદારીઓનાં ખેલ જેવા મનોરંજનથી લોકો આનંદ મેળવે છે.