અમદાવાદમાં આવેલું એક તળાવ વસ્ત્રાપુર તળાવ

ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું એક તળાવ છે.

સ. ૨૦૦૨માં તળાવનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

તળાવની ફરતે ચાલવા-જોગિંગ કરવા માટેની માર્ગ ,નાના બગીચા, બેસવા માટેના બાંકડાઓ તથા બાળકો માટે ચકડોળ અને રમવા માટેની અન્ય સુવિધાઓ છે.

આજુબાજુમાં ખાણી-પીણીની પણ ઘણી રેકંડીઓ છે.

તળાવ સંકુલમાં એક ઓપન એર થિયેટર પણ આવેલું છે. તળાવની નજીકમાં અમદાવાદ વન નામનો મૉલ આવેલો છે.

૨૦૧૩માં વસ્ત્રાપુર તળાવનું નામકરણ 'ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર' તરીકે કરવામાં આવ્યું છે

તેમજ તળાવમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે

૨૦૧૬માં તળાવ લગભગ સંપૂર્ણપણે સૂકાઇ ગયું હતું.

લોકોએ મૃત માછલીઓને દૂર કરીને જીવિત માછલીઓને બચાવવા માટે તેમને અન્ય સ્થળોએ ખસેડી હતી