પાટણની પ્રભુતાનું પ્રતીક એટલે વીર મેઘમાયા સ્મારક

પાટણ સાક્ષી છે એક એવી ઘટનાનું કે જેણે જનહિત માટે બલિદાન આપનાર વીરપુરુષે બલિદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું

૯૦૦ વર્ષ પહેલા મહારાજા સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું

તે સમયે ફિલ્ટરેશન પ્લાન્ટનું કામ કરતા આધુનિક તકનીકથી બનાવેલા આ સરોવરમાં નિર્માણ બાદ તેમાં પાણી જ ન ભરાયું.

પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા સરોવરમાં પાણી કઈ રીતે આવે તેવી મહારાજાને ચિંતા થઈ

તેમણે પંડિતો આગળ સમગ્ર વાત મૂકતાં સતી જસમા ઓડણનો શાપ તેની પાછળ કારણભૂત હોવાનું માલૂમ પડ્યું.

આ શાપ માંથી મુક્ત થવા બત્રીસ લક્ષણા પુરૂષનું બલિદાન આપવું પડશે તેવો ઉપાય સુચવ્યો.

આખાય રાજ્યમાં ચાલી રહેલી તપાસમાં ધોળકા પાસેથી એક બત્રીસ લક્ષણો પુરૂષ મળી આવ્યો તે મેઘમાયા.

સંવત ૧૧૯૪ની મહા સુદ સાતમના દિવસે સ્વેચ્છાએ બલિદાન આપી મેઘમાયા બન્યા વિર મેઘમાયા.

સિદ્ધરાજ જયસિંહે વિર મેઘમાયાના ગૌરવગાન માટે સહસ્ત્રલિંગ સરોવર પાસે આવેલી ટેકરી પર તેમના સ્મારકનું નિર્માણ પણ કરાવ્યું.

સમાજને થઈ રહેલા સામાજીક અન્યાયને દૂર કરવામાં વિર મેઘમાયાનું ખૂબ મોટું બલિદાન છે.

વીર મેઘમાયાની શહાદતથી દરેક સમાજના લોકોને પાણી ઉપલબ્ધ બન્યું.