કચ્છના વિરાન રણમાં વહેતો વીર વછરા દાદાનો મીઠા પાણીનો ધોધ

કચ્છ ના નાના રણમાં અનેક માન્યતાઓ સમાયેલી છે જેમાં કચ્છના રણ માં વચ્ચે વાછરાદાદા નું મોટું ધામ આવેલું છે.

અહીંયા લાખો ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા દૂર દૂરથી રણની વચ્ચે આવે છે.

ભક્તો ની માન્યતાઓ પ્રમાણે આ વાછરા દાદા એ વરઘોડા પરથી આવી ગાયોની રક્ષા કરી હતી. એ બાદ અહીંયા તેઓનું ધડ લડતું રહ્યું હતું.

હાલ આ ધામમાં કચ્છના રણ વચ્ચે હોવા છતાં 6500 જેટલી ગાય અને આખલાઓ છે

અને તેઓ માટે પીવાના પાણીની સુવિધા માટે ખાસ બોર બનાવવામાં આવેલ છે.

જેમાં રણ વચ્ચે જ્યાં પીવાના પાણીની અછત છે..

ત્યાં એક દમ મીઠું પાણી કોઈ જ મોટરથી ખેંચ્યા વિના બારેમાસ ચાલુ રહે છે

વાછરાદાદાની જગ્યા કચ્છના નાના રણની વચ્ચે જ આવે છે

લોકો દૂર દૂરથી પોતાના આસ્થાનું પ્રતીક સમાન વાછરા દાદાના મંદિર પર આવી માનતાઓ પૂર્ણ કરી ભાવભેર દર્શન કરે છે.