વિરાટ કોહલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં 2000 હજારથી વધુ રન બનાવવા માટે તમામ મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ

એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે આ પહેલા કોઈ બેટ્સમેન કરી શક્યો ન હતો

વિરાટે સેન્ચુરિયન ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં એક એવો રેકોર્ડ બનાવ્યો કે

કુમાર સંગાકારા, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજો પાછળ રહી ગયા.

ભારત અને દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયનમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની

પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતીને લીડ મેળવે તેવી અપેક્ષા હતી

યજમાન ટીમે પ્રથમ દિવસે ટોસ જીતીને

બોલિંગ કરતાં ભારત પ્રથમ દાવમાં માત્ર 245 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ત્યાર પછી, ડીન એલ્ગરની 185 રનની મેરેથોન ઇનિંગને કારણે

તેઓએ 408 રન બનાવ્યા અને 163 રનની નોંધપાત્ર લીડ મેળવી.

ભારતને બીજી ઈનિંગમાં પણ શરૂઆતના બે આંચકાઓનો સામનો કરવો પડ્યો

આ ઇનિંગ્સ દરમિયાન તેણે એક કેલેન્ડર વર્ષમાં 7મી વખત 2000થી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

અત્યાર સુધી 6 વખત આ સિદ્ધિ હાંસલ કરીને શ્રીલંકાના કુમાર સંગાકારા સાથે

ટોચ પર રહેલો વિરાટ હવે આ યાદીમાં નંબર વન પર પહોંચી ગયો છે.