ઘરને નવો લુક આપવો છે? પરંતુ તમારું બજેટ ઓછું છે?

તો ચિંતા ના કરશો, આ સરળ અને ઘરેલુ ટિપ્સ અપનાવો

ફર્નિચરને ફરીથી ગોઠવો

તમે તમારા ઘરમાં રહેલા ફર્નિચરને ફરીથી ગોઠવીને ઘરને એક નવો લુક પણ આપી શકો છો.

છોડથી ઘરની સજાવટ કરો

તમે તમારા ઘરને સજાવવા માટે રૂમમાં ઇન્ડોર છોડ રાખી શકો છો. આ ફક્ત તમારા ઓરડાને સુંદર દેખાડશે નહીં પણ તમને તાજી હવા પણ આપશે.

નવા પડદા વાપરો

તમે તમારા ઘરને સજાવવા માટે નવા પડદા નો ઉપયોગ કરી શકો છો. આજકાલ, બજારમાં વિવિધ ડિઝાઇન અને પેટર્ન વાળા પડદા મળે છે જે ખૂબ સુંદર લાગે છે

કોરિડોર ને સજાવો

તમે ઘરના કોરિડોરમાં ફોટો ફ્રેમ મૂકી શકો છો જો તમે તમારા ઘરને ઓછા પૈસા થી સજાવવા માંગતા હો,તો ઘર સજાવવા ની આ ખૂબ જ સરળ અને સસ્તી રીત છે.

ઘરમાં લગાવો રંગબેરંગી લાઈટ

લાઈટનો ઉપયોગ ફક્ત ઘરને સુંદર બનાવવા માટે જ થતો નથી પરંતુ તેની અસર આપણા મૂડ પર પણ પડે છે.

અરીસા થી સજાવો ઘર

આજકાલ બજારમાં વિવિધ પ્રકારની ડિઝાઇન અને ફ્રેમ વાળા અરીસા ઉપલબ્ધ છે. તે ખૂબ મોંઘા નથી અને તે દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે.

કાર્પેટ થી ઘરની સજાવટ કરો

કાર્પેટ નો ઉપયોગ ફક્ત શિયાળામાં ફર્શ ગરમ રાખવા માટે જ થતો નથી પરંતુ તે દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે