રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો

તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો

હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે

આ વેલીમાં કુદરતના હજારો રંગ વિખેરાયેલા પડ્યા છે.

અહીં અનેક પ્રકારની એડવેન્ચર્સ એક્ટિવિટી કરવાની તક પણ મળે છે.

અહીં રહેલા દેવદાર અને ઓકના લીલાછમ જંગલો,

સુંદર નદીઓ અને ઝરણાંનો નજારો આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત અહીં રિઝર્વ ફોરેસ્ટ અને નેચર પાર્ક પણ છે

જ્યાં તમને નેચરના તમામ રંગ નજરે પડે છે.

શિયાળાની ઋતુમાં તમે બરફના પહાડોનો આનંદ લેવા માંગો છો

તો તમે અહીં ઉંચા-ઉંચા પહાડો પર જમેલા બરફનો આનંદ લઇ શકે છે.

ખડાપથ્થર કુપ્પડ ટ્રેક સૌથી ફેમસ ટ્રેક છે જે હિમાચલ પ્રદેશની પબ્બર ખીણનો સરળ ટ્રેક છે.

આની શરુઆત ખડાપથ્થરથી થાય છે જે આ વિસ્તારનું મુખ્ય ગામ છે. અહીં સુંદર દ્રશ્યોની વચ્ચે સારો સમય પસાર થશે.

ચંદ્રનહન ટ્રેક માટે તમારે જંગ્લિક ગામની યાત્રા કરવી પડશે

અને પછી રોડોડેંડ્રોન, દેવદાર અને ઓકના ઝાડ, ચમચમાતી નદીઓ અને નદીઓના ગાઢ જંગલોની માધ્યમથી પડકારજનક યાત્રા શરુ કરવી પડશે.