દુબઈ ફરવા જવું છે અને સસ્તું સોનું ખરીદવું છે?

પણ પોતાની સાથે કેટલું લાવી શકો તેની લિમિટ ખબર છે?

દુબઈમાં સોનાની કિંમત ભારત કરતા ઓછી છે

જેના કારણે ભારતીયોમાં ત્યાંથી સોનાની ખરીદી કરવાનું ચલણ વધારે છે.

જોકે, દુબઈમાંથી કાયદેસર રીતે સોનું લાવવાની મર્યાદા છે

વ્યક્તિ ઈચ્છે તેટલું સોનું લાવી શકતો નથી.

ભારત અને દુબઈમાં સોનાના ભાવમાં 4થી 5 હજાર રૂપિયાનો ફરક રહેતો હોય છે.

તેથી કિંમતમાં આટલા તફાવતના કારણે ભારતીયો ત્યાંથી સોનાની ખરીદી કરવા માટે આકર્ષાય છે.

આ ઉપરાંત દુબઈ એક ટુરિસ્ટ સ્પોટ હોવાથી દુનિયાભરના પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે.

જેના કારણે ત્યાં સોનાના દાગીનાની ડિઝાઈનમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. દુનિયાભરની ડિઝાઈન ત્યાં જોવા મળે છે.

દુબઈ સરકાર સોનાની ખરીદી પર ટેક્સ લેતી નથી:

દુબઈમાંથી સોનાની ખરીદી સસ્તી પડે છે તેની સાથે સાથે ત્યાં ટેક્સમાં પણ ફાયદો થાય છે.

દુબઈ સરકાર ટૂરિસ્ટ્સ પાસેથી સોનાની ખરીદી પર કોઈ ટેક્સ લેતી નથી.

જોકે, પ્રવાસી તરીકે તમે દુબઈ ગયા હોય તો તમે જ્યારે સોનું ખરીદો છો ત્યારે તમારે દુકાનમાં ટેક્સ ચૂકવવો પડે છે પરંતુ એરપોર્ટ પર તે તમને પરત મળી જાય છે.

શું છે નિયમઃ એપ્રિલ 2016 થી,

માત્ર ભારતીય પ્રવાસીઓ કે જેઓ એક વર્ષથી વધુ સમયથી દેશની બહાર રહેતા હતા તેઓ દુબઈથી દેશમાં સોનું લાવી શકે છે. આ નિયમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો