ગંભીર રોગોને દૂર કરવાથી લઈ અઢળક ફાયદા આપે છે તરબૂચ,

ઉનાળાની સીઝન માં બપોરના સમયે ફ્રૂટ-ડિશમાં તરબૂચનો સમાવેશ કરવો બેસ્ટ ગણાય છે.

આયુર્વેદના મતે તરબૂચ સ્વભાવે ઠંડું અને શીતળ છે.

એ પિત્ત ઘટાડે છે, કફ કરે છે અને બળતરા મટાડે છે.

તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલ નથી હોતું.

તરબૂચમાં ફાઈબર અને પાણીનું વધુ પ્રમાણ હોવાને લીધે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે.

ફાઈબર અને પોટેશિયમને કારણે પણ તે શરીર માટે ઉત્તમ છે

અસ્થમા, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર જેવી કેટલીય બીમારીઓ સામે તરબૂચ ખાવાથી રક્ષણ મળે છે.

રોગ સામે લડવા માટે તરબૂચ ખાવું અત્યંત જરૂરી છે.

શરીરના પાચનતંત્રને પણ તરબૂચ મજબૂત બનાવે છે.