હવામાનમાં 'પરિવર્તન'ની લહેર!

પવન, ઠંડી અને તાપમાનના મહત્ત્વના ફેરફારની આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં પવન ફૂંકાઇ રહ્યા છે.

થોડીનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે, આ ઠંડીનો રાઉન્ડ ગાત્રો થીજવતો નથી.

પવનની ગતિ અત્યારે સામાન્ય કરતાં વધુ જોવા મળી રહી છે

અત્યારે 11થી લઇને 15 કિલોમીટર પ્રિત કલાક સુધી પવન ફૂંકાઇ રહ્યો છે. હજુ 13 ફેબ્રુઆરી સુધી આજ રીતે વધુ પવન જોવા મળશે.

14 તારીખથી પવનની ગતિમાં ઘટાડો થશે

અને પવનની ગતિ ઘટીને 9થી લઇને 12 કિલોમીટર પ્રતિ કલાકની થાય એટલે નોર્મલ પવન થાય તેવી શક્યતાઓ છે.

પવનની ગતિની સાથે પવનની દિશાઓ પણ બદલાય તેવી શક્યતાઓ છે

અત્યારે ઉત્તરના પવનો ચાલી રહ્યા છે, જે કદાચ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો થાય તેવું હાલ લાગી રહ્યું છે.

પવનની દિશા અને ગતિ બદલાતા હાલ ચાલી રહેલા ઠંડીના રાઉન્ડમાં થોડી રાહત મળી શકે છે

જોકે, હાલ ચાલી રહેલી ઠંડી ગાત્રો થીજવતી ઠંડી નથી. પરંતુ ચોક્કસ શિયાળા જેવો માહોલ છે. આમાં ઘટાડો થઇ શકે છે.

પવનની દિશા અને ગતિ બદલાતા મહત્તમ તાપમાન થોડું વધારે ઉપર આવે તેવી શક્યતાઓ છે.

આવનારા અઠવાડિયા સુધી તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.

મહત્તમ તાપમાનમાં ઊછાળો આવશે અને લુધત્તમ તાપમાન પણ ઊંચું આવશે.

લધુત્તમ તપામાન સામન્ય કરતાં 2-3 ડિગ્રી ઉપર આવશે. જ્યારે મહત્તમ તાપમાન 5 ડિગ્રી આસપાસ ઉપર આવવાની શક્યતાઓ છે.