તાંબાનું બ્રેસલેટ પહેરવાથી દૂર થાય છે અનેક બિમારીઓ, જાણો તેના ફાયદા

તાંબાના વાસણમાં પાણી પીવાની સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો તાંબાના વાસણ સિવાય તાંબાના આભૂષણ પહેરવાથી પણ ઘણી બિમારીઓ દૂર થાય છે.

તાંબા આભૂષણ પહેરવાનો ચિકિત્સકીય પ્રભાવ જોવા મળે છે,

આ જ કારણે લોકો તાંબાના બ્રેસલેટ અને વીંટીઓ પહેરતા જોવા મળે છે જેથી તેનો સકારાત્મક પ્રભાવ શરીર પર જોવા મળે.

શુદ્ઘ તાંબાનુ બ્રેસલેટ લાંબા સમય સુધી પહેરવામાં આવે તો તેનું પરિણામ ચોક્કસથી જોવા મળે છે.

શરીરના સોજા તથા દુખાવાની સમસ્યાને દૂર કરવામાં કારગર છે

આ ધાતુથી કોઇ એલર્જી થતી નથી અને શરીરમાં ઉર્જા સ્તર વધારવાનું કામ કરે છે.

તાંબાની વીંટી પણ પહેરી શકો છો તેની અસર પણ બ્રેસલેટ જેવી જ હોય છે.

તાંબુ પહેરવાથી શરીરમાંથી અંદરથી એક હીલિંગ એનર્જી નીકળે છે.

હાથના કાંડા પર બ્રેસલેટ, બંગળી અથવા તો વીંટી પહેરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

જ્યોતિષના અનુસાર, તાંબુ પહેરવાથી શરીરની નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે.

તાંબુ શરીરમાં ખનિજ પૂરુ પાડવાનું કામ કરે છે. શુદ્ઘ તાંબાના બ્રેસલેટમાં લોખંડ અને ઝિંક જેવા ખનિજ તત્વો હોય છે.

રિસર્ચ અનુસાર, તાંબાની ઉણપથી શરીરમાં અસંતુલન રહે છે

અને લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી હૃદય અને ધમનીઓને નુકસાન પહોંચે છે.

તાંબાને ક્રૉસ-લિંક ફાઇબર, કોલેજન અને ઇલાસ્ટિન માટે વિશિષ્ટ માનવામાં આવે છે

અને આ ક્રોસ લિકિંગ વગર મહાધમનીમાં ધનમીવિસ્ફરની શરૂઆત ઝડપથી થાય છે, આ માટે તાંબું ચોક્કસથી પહેરવુ જોઇએ.

કૉપર એટલે કે તાંબાનું જ્યારે હાથમાં અથવા તો આંગળી પર વીંટી તરીકે પહેરવામાં આવે તો

શરીરના ટોક્સિન પણ દૂર થાય છે અને સતત ચામડીના સંપર્કમાં તાંબુ રહેવાથી ત્વચાની ચમક વધે છે.