ગુજરાતમાં હાલ આ ઋતુમાં કંજેંક્ટિવાઇટિસ અથવા ‘આંખો આવવા’ની ચેપી બીમારી વધુ જોવા મળી રહી છે.
વાઇરસ અથવા બૅક્ટેરિયાને કારણે લાગેલો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે
આ ચળને ઘટાડવા માટે આંખને ચોખ્ખા પાણી ધોવી જોઈએ.
જ્યારે આ લક્ષણો જણાય તો આંખોને ચોળવી નહીં અથવા આંખોને હાથ ન અડાડવો.
ઘાટા રંગના ચશ્મા પહેરવાથી આ લક્ષણોમાં કંઈક રાહત મળી શકે છે.
કૉન્ટેક્ટ લેન્સ પહેરતાં લોકોએ તેને પહેરવાનું તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ.
ચેપની ગંભીરતા પ્રમાણે ચોક્કસ દિવસો સુધી યોગ્ય માત્રામાં યોગ્ય દવા લેવી જરૂરી છે.