લેપટોપ કમ્પ્યુટર એટલે શું?

લેપટોપ એક એવું પર્સનલ કમ્પ્યુટર હોય છે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકીએ છીએ

જેમ આપણે મોબાઇલને દરરોજ ચાર્જ કરીએ છીએ તેવી જ રીતે આપણે લેપટોપને પણ ચાર્જ કરવું પડે છે

અને તે લેપટોપની બેટરીની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે તે 3-4 કલાક કે તેનાથી વધારે સમય પણ ચાલે છે.

લેપટોપમાં આપણને એક સરસ સ્ક્રીન મળે છે,

સાથે કીબોર્ડ, ટચપેડ, વેબકેમ, માઇક જેવી વગેરે વસ્તુઓ આપણને લેપટોપમાં જોવા મળે છે.

લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટરની સરખામણીમાં નાનું હોય છે

જેથી લેપટોપનો ઉપયોગ કરવા માટે તમારે ઓછી જગ્યાની જરૂર પડે છે.

લેપટોપનું વજન ખૂબ જ ઓછું હોય છે

જેથી તમે તેને બેગમાં પણ આરામથી મૂકીને મુસાફરી કરી શકો છો.

લેપટોપમાં તમને ઈન-બિલ્ટ કીબોર્ડ, ટચપેડ, માઇક, વેબકેમ કે સ્પીકર જેવી સુવિધા મળે છે

જેથી લેપટોપ એક પૂર્ણ ડિવાઇસ હોય છે અને તમારે કોઈ વધારાનું ઉપકરણ લેવાની જરૂર પડતી નથી.

લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટરની સરખામણીમાં ઘણું મોંઘું હોય છે.

લેપટોપને રીપેર કરવું ઘણું મુશ્કેલ હોય છે જેથી રીપેર કરવાવાળો વ્યક્તિ તમારી પાસે વધારે ચાર્જ લઈ શકે છે.

લેપટોપના બધા કમ્પોનેંટ ઘણા મોંઘા હોય છે.

લેપટોપમાં જો હાથમાથી નીચે પડી જાય, લેપટોપ પર પાણી, ચા, જ્યુસ જેવી પ્રવાહી વસ્તુ પડે તો લેપટોપને ઘણું નુકસાન થઈ શકે છે.

લેપટોપ કમ્પ્યુટર અને ડેસ્કટોપ કમ્પ્યુટરમાં શું તફાવત છે?

લેપટોપમાં તમને અંદરથી જ કીબોર્ડ, માઉસ, સ્પીકર, વેબકેમ, માઇક વગેરે મળે છે પણ ડેસ્કટોપ કમ્પ્યુટરમાં તમારે આ બધા ઉપકરણને ખરીદવા પડે છે.