એપલ કંપની શું છે? Apple વિશે જાણકારી..!!

આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છીએ જેના સ્માર્ટફોન અને લેપટોપ પ્રોડક્ટ ઘણા મોંઘા હોય છે

વિશ્વમાં એપલ ખૂબ વધારે વેલ્યૂ ધરાવતી બ્રાન્ડ છે,

અમેરિકાની સૌથી મોટી આઇટી કંપનીઓમાં એપલનું નામ આવે છે,

એપલ (Apple Inc.) એક મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે

જે ગ્રાહકો માટે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, સોફ્ટવેર અને અલગ-અલગ ઓનલાઇન સર્વિસ આપે છે.

તેમના પ્રોડક્ટ જેમ કે આઇફોન, આઇપેડ, મેક કમ્પ્યુટર, એપલ વોચ, એરપોડ્સ વગેરે

અને તેમજ તેમના ઓપરેટિંગ સિસ્ટમ, ઓનલાઇન ઘણી અલગ-અલગ સર્વિસ છે.

એપલ કંપનીની શરૂઆત એપ્રિલ ફૂલના દિવસ “1 એપ્રિલ, 1976″ થી થઈ હતી

જેના સ્થાપકો સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક, રોનાલ્ડ વેન છે.

એપલ કંપનીનું શરૂઆતનું નામ “Apple Computer Inc.” હતું

પણ જ્યારે તેમણે પોતાનો આઇફોન 2007માં લાવ્યો ત્યારે તેમણે પોતાની કંપનીનું નામ બદલ્યું અને તે છે “Apple Inc.“

એપલ કંપનીના હાલના CEO ટિમ કૂક (Tim Cook) છે

જેમનું પૂરું નામ ટિમોથી ડોનાલ્ડ કૂક (Timothy Donald Cook) છે, જેમનો જન્મ 1 નવેમ્બર, 1960ના રોજ થયો હતો.

આઇફોન એક સ્માર્ટફોન છે

જેમાં એપલનું પોતાનું ઓપરેટિંગ સિસ્ટમ iOS ઉપયોગ કરવામાં આવે છે, દર વર્ષે એપલના નવા આઇફોન લોન્ચ થાય છે.