સોલાર સેલમાં શું હોય છે, તેમાં ઇલેકિટ્રક પાવર ક્યાંથી આવે ?

આ પેનલ એટલે સોલાર સેલ તે સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે

મકાનોમાં ધાબા ઉપર મોટા કદની સોલાર પેનલ હોય છે.

સોલાર સેલને ફોટો વોલ્ટિક સેલ પણ કહે છે.

સિલિકોનના અણુમાં ત્રણ સમુહમાં ૧૪ ઇલેક્ટ્રોન હોય છે

તે ગરમ થાય ત્યારે તેમાંના ઇલેકટ્રોન છૂટા પડી ગતિશીલ બને છે.અને તેમાં હળવો વીજપ્રવાહ પેદા થાય છે.

સોલાર સેલની રચનામાં સિલિકોનની બે પતરી બાજુબાજુમાં ગોઠવેલી હોય છે.

સિલિકોન પ્રકાશનું પરાવર્તન ન કરે અને વધુ ગરમી શોષે એટલે તેને કાળા કાચ વચ્ચે જડી લેવામાં આવે છે.

આપણા નખ જેવડો સોલાર સેલ કેલક્યૂલેટર ચાલે એટલી વીજળી પેદા કરી શકે.

મકાનોના છાપરા પર સેંકડો સોલાર સેલ ગોઠવીને પેનલ બનાવી ઘરમાં ઉપયોગ થાય તેટલે વીજપ્રવાહ મેળવી શકાય છે.