સાવન માં કાવડ યાત્રાનું શું છે મહત્વ,

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો મનાય છે.તો કાવડિયાઓ પણ વર્ષ દરમિયાન આ જ અવસર માટે ઉત્સાહિત રહેતા હોય છે

શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને જ્યોતિર્લિંગો સુધી પહોંચે છે.

અને મહેશ્વરને તે અર્પણ કરે છે

ઉલ્લેખનિય છે કે યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર નથી રાખતા

કાવડને ઉંચકનારા કાવડિયા તરીકે ઓળખાય છે.

મોટાભાગના કાવડિયાઓ કેસરી રંગના કપડાં પહેરે છે

તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જેવાં તીર્થ સ્થળોથી ગંગાજળ ભરે છે

આ પછી, તેઓ પગપાળા પ્રવાસ કરીને જળ શિવલિંગ પર ચઢાવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જ સર્વ પ્રથમ કાવડ લાવ્યા હતા અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો.

પરશુરામજી ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું.

ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને તે અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ.