હાથીના દાંતમાં એવુ તો શું છે કે સોના કરતા પણ મોંઘા વેચાય છે?

દુનિયામાં મોટાભાગના હાથીઓનું નિકંદન તેના મોંઘા દાંતને કારણે નીકળી રહ્યું છે.

હાથીના દાંતનો ઉપયોગ આભુષણો બનાવવામાં થાય છે.

નેકલેસ અને બંગડી સહિતના મોંઘા ઘરેણાં હાથીના દાંતમાંથી બનાવવામાં આવે છે.

હાથી દાંતમાંથી બનાવેલી જ્વેલરીનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો છે

પ્રાચીન સમયમાં પણ રાજા રજવાડાઓમાં ઉચ્ચ વર્ગના લોકોમાં આવા ઘરેણાંની મોટી માંગ હતી.

ઘણી વિશેષ જગ્યાએ આ સામાન્ય સંસ્કૃતિનો ભાગ હતો.

આ જ કારણ છે કે હાથીદાંત સોના કરતાં મોંઘા હોય છે.

ધાર્મિક કારણો અને અંધશ્રદ્ધાને કારણે પણ હાથીના દાંતની માંગ રહે છે.

તેથી જ હિન્દુઓમાં પણ તેની ખૂબ માંગ છે.

જો કે હવે વિવિધ દેશોની સરકારોએ હાથી દાંતનો ધંધો ગેરકાયદેસર જાહેર કર્યો છે.

આવુ કરવા પર ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 9 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

લોકો દાંતના લોભમાં હાથીઓની હત્યા કરે છે.

આ જ કારણ છે કે ભારતમાં આજે હાથીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

તેમનું સાંસ્કૃતિક મૂલ્ય ઊંચું માનવામાં આવે છે અને તેથી તે મૂલ્યવાન માનવામાં આવે છે.

સ્ટેટસ સિમ્બોલ સાથે સંકળાયેલું છે અને તેથી તેની કિંમત ઘણી વધારે છે.

સરકારની સખ્તી છત્તા પણ ભારતમાં સતત હાથી દાંતની દાણચોરી થતી રહે છે.

પોલીસ વિવિધ જગ્યાએથી ઘણા લોકો દાણચોરી કરતા લોકોને સતત ઝડપી રહી છે.