દીપોત્સવીમાં કેવાં કપડાં દીપી ઊઠે?

તમારાં વસ્ત્રો પ્રસંગને અનુરૃપ હોય એનું ખાસ ધ્યાન રાખો.

જીન્સ કે સ્કર્ટની જગ્યાએ

સાડી, ચણિયાચોળી, સૂટ કે લાચા પહેરીને જશો તો ખરેખર સુંદર લાગશો.

ખૂલતા રંગનાં કપડાં દિવાળીના ઝગમગાટમાં વધુ આકર્ષક લાગશે.

ઘેરા લીલા, લાલ કે રોયલ બ્લ્યૂ રંગનાં વસ્ત્રોમાં તમે બહુ જલદી અલગ તરી આવશો.

પીળો અને આછો ગુલાબી રંગ પણ જાદુઈ અસર ઊભી કરશે.

ચણિયાચોળી કે લાચા અને વેરવાળા સૂટ પર કરેલું ભારે જરદોશી અને એમ્બ્રોઈડરી કામ પરંપરાગત પોશાક તરીકે સારું લાગે છે.

ગુજરાતી ઢબની,

ખાસ ડિઝાઈનના પાલવવાળી સાડી પણ તોફાન મચાવી દેશે.

પ્લેન સિલ્કના ટાઈટ ફિટિંગના સૂટ સાથે

હેવી વર્ક કરેલો દુપટ્ટો સુંદર લાગે છે.

નવો પોશાક ખરીદવા ન માગતાં હો તો એનો પણ ઉપાય છે.

તમે કોઈપણ ઘેરા રંગની પ્લેન સાડી પર બજારમાં મળતી નાની નાની ટીકીઓ લગાવી શકો છો. નીચેની બોર્ડર પર અને પાલવમાં જરદોશી ભરતનો પટ્ટો ટાંકી લો.

તમે મહેમાન હો કે યજમાન,

પ્રસંગને અનુરૃપ શણગાર સજી દિવાળીને દિપાવી શકો છો.