જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ?

કૂતરું કરડે તો આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન ઘણા કિસ્સાઓ હોસ્પિટલમાં આવે છે જેને પાલતુ કૂતરાઓ કરડ્યા હોય.

એટલા માટે પાલતુ કૂતરાઓનું સમયસર રસીકરણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે

જેથી કરડવાથી ચેપ ન ફેલાય. જો કોઈ કૂતરો કરડે તો તેને પહેલા સ્વચ્છ પાણીથી ધોઈ લો.

આ પછી હોસ્પિટલ જઈ તબીબી સારવાર લેવી જરૂરી છે.

જેમાં પીડિતને ચાર ઇન્જેક્શન આપવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે, ત્રીજા દિવસે, સાતમા દિવસે અને 14મા દિવસે હડકવાની રસી લગાવવામાં આવે છે.

જો તમારી પાસે હોય તો એન્ટિબાયોટિક ક્રીમ લગાવો.

ઘા પર પાટો બાંધી ડૉક્ટરને બતાવવું ખુબ જ જરૂરી છે.

ઘણા લોકો કૂતરાને ઓળખવાની કોશિશ કરતા હોય છે કે એ હડકાયું કૂતરું નથી

એવું સમજીને તેઓ ઇન્જેક્શન નથી લેતા જે એક મોટી ભૂલ છે

સૌથી મોટી વાત એ છે કે આ ઇન્જેક્શન સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્ર પર ફ્રી મળે છે.

કોઈ પણ કૂતરું, બિલાડી કે વાંદરો કરડે તો તરત જ ઇન્જેક્શન લેવાં જરૂરી છે.