નેટબેંકિંગની સલામતીનો ઘણો ખરો આધાર તમારા પાસવર્ડની મજબૂતી પર છે. આ પાસવર્ડ શક્ય એટલો જટિલ બનાવો.
એટીએમમાં કોઈની હાજરીમાં તમારો પીન એન્ટર કરશો નહીં.
એટીએમમાંથી ટ્રાન્ઝેકશનની સ્લિપ નીકળે તો તેને ફાડ્યા વિના કચરાપેટીમાં નાખશો નહીં.
તેને સતત પર્સમાં સાથે રાખવાનું ટાળો.
જે બાબતો ન સમજાય તે કોઈ જાણકારને પૂછી લેતાં ખચકાશો નહીં. જેટલું વધુ જાણશો તેટલા વધુ સલામત રહેશો.
ફ્રોડ કરનારા લોકો વધુ ને વધુ સ્માર્ટ થતા જાય છે. આપણે સામે વધુ સ્માર્ટ બનવું પડશે!
ક્યારેય ફ્રી વાઇ-ફાઇની મદદથી ઓનલાઇન નેટબેન્કિંગ કે ઓનલાઇન શોપિંગ કરશો નહીં.