ફેબ્રુઆરીના પહેલા પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે.

ફરીથી ઠંડી ઓછી થઇ રહી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે.

આ શિયાળામાં હાડ થીજવતી ઠંડીની હજી લોકો રાહ જોઇ રહ્યા છે

ત્યારે હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહમાં ગુજરાતના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ

ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી દર્શાવી છે.

વરસાદ વરસવાની કોઈ આગાહી નથી.

આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેવાની સંભાવના રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ પણ થઇ શકે છે.

હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જેથી હાલ મિશ્ર ઋતુ છે.

ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે.

મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 12થી 15 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.

જેના કારણે સવારે અને રાતે ઠંડીનો અને બપોર થતા ગરમીનો અનુભવ પણ થશે.