જ્યારે 140 આયરાણીઓએ દેહત્યાગ કર્યો અને 500 વર્ષ સુધી આહીરોએ અહીંનું પાણી ના પીધું

વ્રજવાણી તથા આસપાસનાં 12 ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું.

સ્થાનિકોની માન્યતા પ્રમાણે, વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ )

વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું.

સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા.

ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું.

આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ. ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની પણ આશંકા થઈ.

ઉશ્કેરાયેલા એક યુવકે ઢોલીનું મસ્તક ઉતારી લીધું, પરંતુ તેનો દેહ અદૃશ્ય થઈ ગયો.

ઢોલ બંધ થવાને કારણે ભાનમાં આવેલી આયરાણીઓને..

ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતાં ધરતીએ જગ્યા કરી આપી અને ધરતીમાં સમાઈ ગઈ.

અહીં 140 પાળિયા ઉપરાંત ઢોલીનો પણ પાળિયો છે

જેની ઉપર કાન માંડનારને ઢોલના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓના મોઢેથી સાંભળ્યું છે,

આયરાણીઓનાં મૃત્યુ કે સતી થયા પછી આહીરોએ પાસેના અમરાપરમાં મૃતકો માટે 140 કુવા ગળાવ્યા

વર્ષો સુધી આહીરો નવા વર્ષ કે અન્ય તહેવાર પર અહીં આવતાં, પરંતુ અહીનું પાણી ન પીતા.

2012માં વૈશાખ સુદ ચોથના દિવસે અહીં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી

અને 140 આયરાણીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી. સાથે જ તેમના નામોલ્લેખ પણ છે.આ સિવાય અહીં રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી