વેલેન્ટાઇન ડેની ક્યારે થઇ હતી શરૂઆત,

જાણો પ્રથમ વખત કેવી રીતે મનાવવામાં આવ્યો

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ હર્ષઉલ્લાસ સાથે ઉજવે છે.

વેલેન્ટાઈન ડે એ વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ છે.

વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે

એવું કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો.

કારણ કે તેમનું માનવું હતું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિને અસર કરે છે.

તેથી જ તેણે સૈનિકોને લગ્ન કરવાની મંજૂરી આપવાની પણ ના પાડી દીધી.

સંત વેલેન્ટાઇને પ્રેમને પ્રોત્સાહન આપ્યું.

તેના માટે પ્રેમ જ જીવન હતું, તે રાજાની વિરુદ્ધ ગયો અને ઘણા લોકોના લગ્ન કરાવ્યાં

જેના કારણે રોમના રાજાએ તેને મોતની સજા સંભળાવી.

રાજાના નિર્ણય બાદ 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી અને તે દિવસથી વેલેન્ટાઈન ડે મનાવવામાં આવ્યો.

વેલેન્ટાઈન ડે સૌ પ્રથમ 496 માં સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો.

ત્યારબાદ, પાંચમી સદીમાં, રોમના પોપ ગેલેસિયસે જાહેર કર્યું કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે.

આ જાહેરાત બાદથી,

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે.