જ્યાં સતત ગંગાજીની ગુપ્તધારા કરે છે મહાદેવનો અભિષેક

આપણાં ગુજરાતમાં સ્થિત મહાદેવનું એક સ્થાનક એવું છે કે જ્યાં દિવસ અને રાત ગંગાજીની ગુપ્તધારા મહાદેવનો અભિષેક કરતી જ રહે છે

ગીર સોમનાથના ઊના તાલુકામાં ઊનાથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે દ્રોણ ગામ

અહીં ખૂબ જ નાનકડું શિવ મંદિર શોભાયમાન છે. પરંતુ, તેની મહત્તાને લીધે તે સદૈવ ભાવિકોની ભીડથી ઘેરાયેલું રહે છે

મંદિર મધ્યે મહેશ્વર દ્રોણેશ્વર મહાદેવના નામે વિદ્યમાન થયા છે

જેમના પર અવિરત જળધારા પ્રવાહિત થતી જ રહે છે. દંતકથા એવી છે કે વાસ્તવમાં આ જળરાશિ એ સ્વયં ગંગા જ છે !

દ્વાપરયુગમાં ગુરુ દ્રોણાચાર્ય આ જ ભૂમિ પર આવ્યા. તેમણે અહીં સમીપમાં જ આશ્રમ બાંધ્યો

દ્રોણની ભક્તિથી પ્રસન્ન થઈ મા ગંગા અહીં પ્રગટ થયા અને હરિદ્વારની જેમ નિત્ય જ અહીં સ્થિર રહેવાનું તેમણે ગુરુદ્રોણને વચન આપ્યું

અહીં ચારે તરફ વનરાજીને કારણે પ્રકૃતિનું સૌંદર્ય પણ માણવા મળે છે

જેથી શ્રદ્ધાળુઓ ઉપરાંત સહેલાણીઓ પણ અહીં પર્યટન અર્થે આવતા હોય છે.