ઉત્તરાયણ પર શા માટે ઉડાડવામાં આવે છે પતંગ? જાણો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

મકરસંક્રાંતિ પર દેશના કેટલાએ શહેરમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. આ પરંપરાના કારણે મકરસંક્રાંતિને પતંગ પર્વ પણ કહેવામાં આવે છે.

લોકો મિત્રો અને સંબંધિઓ સાથે પતંગ ઉડાડવાની મજા લે છે,

પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે, આ પર્વ પર પતંગ કેમ ઉડાડવામાં આવે છે.

ધાર્મિક મહત્વની વાત કરીએ તો,

આનો સંબંધ સીધો ભગવાન રામ સાથે બતાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની શરૂઆત કરી હતી.

તમિલની તન્દનાનરામાયણ અનુસાર,

ભગવાન રામે જે પતંગ ઉડાવ્યો હતો તે, ઈન્દ્રલોકમાં પહોંચી ગયો હતો.

ભગવાન રામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાને

આજે પણ નિભાવવામાં આવી રહી છે.

જો વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો,

પતંગ ઉડાડવાનો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે.

પતંગ ઉડાડવાથી કેટલીક કસરત એકસાથે થાય છે.

ઠંડીની સિઝનમાં સવારે પતંગ ઉડાડવાથી શરીરને ઉર્જા મળે છે અને ત્વચા સંબંધી વિકાર પણ દૂર થાય છે.

આ દિવસે સૂર્ય મકર રેખામાં પ્રવેશ કરે છે.

જ્યારે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં પ્રવેશ કરે છે તો તેને સંક્રાંતિ કહેવાય છે.