કેમ પહેરવામાં આવે છે કાચબાની વીંટી,

આજના સમયમાં ટર્ટલ રિંગ (Tortoise ring)નો ટ્રેન્ડ (Trend) ઘણો વધી ગયો છે. આ વીંટી મોટાભાગના લોકોના હાથમાં જોવા મળે છે.

વાસ્તુશાસ્ત્રમાં આ વીંટીથી સંબંધિત અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકોને આરામની કમી હોય કે પૈસાની કમી હોય તેમને કાચબાની વીંટી પહેરવાથી વિશેષ લાભ મળે છે.

શાસ્ત્રો અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુના કચ્છપ અવતારનું સ્વરૂપ માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન દરમિયાન આ અવતાર લીધો હતો.

આ વીંટી પહેરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. આત્મવિશ્વાસ વધે છે.

મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ જ્યોતિષની સલાહ વિના કાચબાના આકારની વીંટી ન પહેરવી જોઈએ.

કાચબાની વીંટી કેવી રીતે પહેરવીઃ

શુક્રવારનો દિવસ આ વીંટી ખરીદવાનોસૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

કાચબાની વીંટી પહેરતી વખતે ધ્યાન રાખો કે

તેનો ચહેરો હંમેશા તમારી બાજુમાં હોવો જોઈએ.

રીંગ કઈ ધાતુમાં હોવી જોઈએ?

આ વીંટી ચાંદી અથવા સિલ્વર મેટલની હોવી જોઈએ. કારણ કે તેની સીધી અસર આપણા મગજ પર પડે છે.

વીંટી પહેર્યા પછી એ વાતનું ધ્યાન રાખો કે આ વીંટી હાથમાં ફેરવતા ન રાખો.

કારણ કે આનાથી કાચબાના ચહેરાની દિશા બદલાઈ જશે. આવી સ્થિતિમાં સંપત્તિનો માર્ગ અવરોધાય છે.