ટામેટા કેમ મોંઘા થયા?

આંધ્રપ્રદેશ દેશનુ સૌથી મોટુ ટામેટા ઉત્પાદક રાજ્ય છે

ત્યાં ભારે વરસાદના કારણે ટમેટાની ખેતી બરબાદ થઇ ગઇ છે

જેના કારણે માગ અને પુરવઠાનો ગાળો વધી ગયો છે. દેશમાં મંગળવારે સૌથી વધારે ટમેટાના ભાવ ચેન્નાઇમાં બોલાયા હતાં

પણ આમાં વચેટિયાઓ જ વિલન છે.

દેશના જથ્થાબંધ માર્કેટમાં 50થી 60 રૂપિયે કિલોના ભાવે ટમેટા મળે છે. પણ રિટેલ વેપારીઓએ 100 રૂપિયે ભાવ પહોંચાડી દીધો છે.

ટમેટાનું નવુ બિયારણ 15 ઓક્ટોબરે લગાવવામાં આવ્યું છે.

તેને તૈયાર થતાં કમ સે કમ ત્રણ મહીનાનો સમય લાગશે. એટલે આશા છે કે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ભાવ ઘટશે.

આજકાલ માર્કેટમાં ટામેટાના ભાવની મોટી બબાલ ચાલી રહી છે.

સામાન્ય રીતે 50 રૂપિયા અંદરના ભાવે મળતા ટામેટા આ દિવસોમાં 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે.