શા માટે ચામાચીડિયું ઝાડ ઉપર ઉંધુ લટકે છે?

આપને જાણીને આશ્ચર્ય થશે કે, ચામાચિડીયા સસ્તનધારી જીવમાં એકમાત્ર એવો જીવ છે જે ઉડી શકે છે. રાતે પણ તે ઉડી શકે છે.

દુનિયાભરમાં ચામાચિડ઼ીયાની 1000થી વધુ પ્રજાતિઓ છે.

જેમાંથી કેટલીક પ્રજાતિઓના ચામાચિડીયા એવા હોય છે જે માત્ર લોહી જ પીવે છે. આ કારણોસર તેને પિશાચ ચામાચિડીયા તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયાભરમાં મળી આવતી ચામાચિડીયાની પ્રજાતિમાં

મોટાભાગના બ્રાઉન અથવા કાળા રંગના હોય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર,

ચામાચિડીયું આજથી આશરે 10 કરોડ વર્ષ પહેલા એટલે કે, ડાયનાસોરના સમયથી ધરતી પર રહે છે અને આજેપણ ધરતી પર તેમની હાજરી જોવા મળે છે.

આખરે ચામાચિડીયા ઊંધા કેમ લટકે છે ?

ચામાચીડિયા બાકીના પક્ષીઓની જેમ જમીન પરથી ઉડી શકતા નથી, કારણ કે તેમની પાંખો જમીન પરથી ઉડવાની ક્ષમતા ધરાવતી નથી.

આ સિવાય તેના પાછળના પગ પણ ટૂંકા અને અવિકસિત હોય છે,

જેના કારણે તે દોડવામાં અને નીચેથી ઉડવામાં અસમર્થ છે.

ચામાચીડિયા ઊંધુ સૂઈ જાય છે

ખરેખર, ચામાચીડિયા ઊંધુ સૂઈ જાય છે. હવે તમે વિચારતા જ હશો કે તેઓ પોતાનું સંતુલન ગુમાવ્યા પછી કેમ નથી પડતા?

તેનું કારણ એ છે કે

તેમના પગની નસો એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેમનું વજન તેમને તેમના પંજાને મજબૂત રીતે પકડવામાં મદદ કરે છે.