ઠંડી લાગે ત્યારે ધ્રુજારી કેમ થાય છે ?

આ પણને વધુ ઠંડી લાગે ત્યારે હાથપગ ધ્રુજવા લાગે છે, અને કેટલાંકને દાઢી ધ્રુજવા લાગીને દાંત પણ કટકટે છે.

આપણું શરીર આસપાસના હવામાન સાથે પોતાનું ઉષ્ણતામાન જાળવી રાખતું હોય છે

અને શરીરને જરૂરી ઉષ્ણતામાનમાં રાખવા માટે વાતાવરણ પણ અનુકૂળ હોવું જોઈએ.

વાતાવરણના ઉષ્ણતામાનમાં વધારો કે ઘટાડો થાય ત્યારે

શરીર પોતાનું સમતોલ ઉષ્ણતામાન જાળવી રાખવા માટે પ્રતિક્રિયા કરે છે.

ઉનાળામાં પરસેવો વળીને ઉષ્ણતામાન જળવાય છે

જ્યારે ઠંડીમાં શરીરના સ્નાયુઓ ગરમી મેળવવા માટે ધ્રુજવા લાગે છે

અતિશય ઠંડીમાં શરીરની ધ્રુજારી એ

શરીરની ગરમી મેળવવા માટેની પ્રતિક્રિયા છે.

એવો પણ દાવો છે કે જ્યાં સુધી તાપમાન ખૂબ નીચું ન આવે ત્યાં સુધી વૃદ્ધ લોકો ધ્રૂજતા નથી

જ્યારે, તાપમાનમાં સહેજ ઘટાડો થતાં યુવાનો ધ્રૂજવા લાગે છે.

આનું કારણ એ છે કે વૃદ્ધોની શરદી અનુભવવાની ક્ષમતા

નાની વયની સરખામણીમાં વય સાથે ઘટતી જાય છે.

શરીરનું કે બહારનું તાપમાન એકબીજાને અનુકૂળ થતાં જ

આપણને ઠંડી લાગવાનું બંધ થઈ જાય છે.