દશેરાના પર્વ પર કેમ ખાવામાં આવે છે ફાફડા-જલેબી?

વહેલી સવારથી જ ગુજરાતીઓ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે.

આ લોકવાયકા છે દશેરામાં ફાફડા-જલેબી ખાવાની:

એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી.

જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે..

કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે,જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે,

જલેબી સાથે ફાફડા ખાવાના બીજા પણ કારણ છે. કહેવાય છે કે

હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ જ ભાવતી. જલેબી સાથે જ્યારે ફરસાણ ખાવાનુ શરૂ થયું ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયુ.

અન્ય માન્યતા એવી છે કે નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે.

ઉપવાસ બાદ ચણાના લોટની વાનગીથી જ પારણા થવા જોઈએ . એટલે પણ કહી શકાય છે કે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ.

જલેબી ખાવાનું વૈજ્ઞાનિક કારણ

બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેન થાય છે.

ગરમાગર જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે

જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી તેથી દશેરામાં જલેબી ખાવામાં આવે છે.

નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવતા હોવાથી શરીરમાં સુગરનું લેવલ ઘટી જાય છે.

જલેબી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. દૂધ અને જલેબી સાથે ખાવાથી બ્લ્ડ સુગર નિયંત્રિત રહે છે. તેથી ફાફડા જલેબી ખાવા યોગ્ય રહે છે